રિટેઇલર્સ ઇકોની AePS સેવાઓ અંગે વિચાર કરી શકે તેના 8 કારણો

ભારતમાં ખાસ કરીને તમામ શહેરી વિસ્તારોમાં ઑનલાઇન વ્યવસાયની પકડ વધુ મજબૂત થઇ રહી છે તેવા સંજોગોમાં રિટેઇલ બિઝનેસ ચલાવવો ઘણો પડકારજનક છે. ગ્રામીણ ક્ષેત્ર, કે જ્યાં ઘણા વિસ્તારોમાં હજુ પૂરતી બેંક સેવાઓ ઉપલબ્ધ નથી ત્યાં, AePS નાના રિટેઇલર્સને તેમના સ્ટોરમાં મિની બેંકિંગ સેવાઓ શરૂ કરવામાં મદદ કરી શકે છે જેનાથી તેમની આવકમાં વધારો થાય અને ગ્રાહકોની સંખ્યા પણ વધે. 98%થી વધુ વસ્તી પાસે આધાર કાર્ડ અને તેમાંથી 30% જેટલા લોકોનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવાથી, ગ્રાહકોને ઉપયોગમાં સરળ એવી ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓ પૂરી પાડવાથી સેવામાં વેલ્યૂ-એડિશન થશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર, તાજેતરમાં આવેલી મહામારી અને લૉકડાઉનના કારણે ડિજિટલ નાણાં ટ્રાન્સફરમાં 40%નો વધારો થયો છે જે આગામી મહિલાઓમાં વધીને 50% થશે તેવી અમને અપેક્ષા છે.

આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ રિટેઇલર્સ માટે તેમના નિયમિત ગ્રાહકો અને બેંક એકાઉન્ટ સાથે જોડાલા માન્ય આધારકાર્ડ ધરાવતા સ્થાનિક લોકોને બાયોમેટ્રિક ડિવાઇસ અને AePS સર્વિસ રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને ATM સેવાઓ પૂરી પાડવાનો સુરક્ષિત પેમેન્ટ વિકલ્પ છે.

મોટા અને નાના, વધુને વધુ વ્યવસાયો ડિજિટલ પર સ્થળાંતરિત થઇ રહ્યા હોવાથી, રિટેઇલ ક્ષેત્રને તેમના ફિઝિકલ સ્ટોર અને વ્યવસાયને ટકાવી રાખવામાં આકરા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, મોટાભાગના પ્રકારના રિટેઇલર્સ જેમકે, કરિયાણા, કેમિસ્ટ, મોબાઇલ રિચાર્જ, ઇલેક્ટ્રિકલ શોપ વગેરે શહેરી વિસ્તારોમાં આવા પડકારોનો સામનો કરી રહ્યા છે. તેનાથી વિપરિત, ભારતમાં ગ્રામીણ વિસ્તારો, તેમની દૈનિક જરૂરિયાતની ખરીદી માટે ગામમાં આવેલી સાદી દુકાનો પર નિર્ભર છે. જો તમે રિટેઇલર છો તો, તમે ઇકો AePS સેવાઓ આપી શકો છો અને તમારી આવકમાં વધારો કરી શકો છો તેમજ નિયમિત તમારા ગ્રાહકોમાં વૃદ્ધિ કરી શકો છો. સૌથી પહેલા, જો તમે કંઇ જ ના જાણતા હોવા તો, AePS શું છે તેના વિશે અહીં ટૂંકી વિગતો આપી છે.

AePS શું છે?

AePS અથવા આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા પૂરી પાડવામાં આવતી પેમેન્ટની એક પદ્ધતિ છે જેમાં યુઝર ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર તેમના આધાર કાર્ડની મદદથી રોક અને બેંક ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

AePSના ફાયદા શું છે?

બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું માન્ય આધાર કાર્ડ ધરાવતી કોઇપણ ભારતની રહેવાસી વ્યક્તિ નીચે દર્શાવેલી રીતોથી AePSનો લાભ ઉઠાવી શકે છે:

 • પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા અને રોકડા જમા કરવા
 • ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર બેંક એકાઉન્ટમાંથી ફંડ ટ્રાન્સફર કરવું
 • બેંક એકાઉન્ટ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા
 • બેંક બેલેન્સ ચેક કરવું
 • ઑનલાઇન શોપિંગ અને યુટિલિટી બિલના પેમેન્ટ માટે ઉપયોગ કરવો

શા માટે રિટેઇલરે AePS સેવાઓમાં સબ્સ્ક્રાઇબ કરવા પર વિચાર કરવો જોઇએ?

AePS એ રિટેઇલર માટે સૌથી સરળ પેમેન્ટની પદ્ધતિ છે જેનો ઉપયોગ બાયોમેટ્રિક ડિવાઇસ સિવાય કોઇપણ વધારાના રોકાણ વગર થઇ શકે છે અને આ ડિવાઇસનો ઉપયોગ રિટેઇલર તમામ સર્વિસ પ્રદાતા માટે કરી શકે છે. શા માટે રિટેઇલરે તેના/તેણીના સ્ટોરમાં વેલ્યૂ એડિશન તરીકે AePS સેવાઓ પૂરી પાડવા માટે પ્રાથમિકતા આવી જોઇએ તેના કારણો અહીં દર્શાવ્યા છે:

 • સુરક્ષિત અને સલામત ડિજિટલ પેમેન્ટ્સ
 • તમામ બેંકોમાં ઉપયોગ થઇ શકે
 • ફાઇનાન્સિયલ સમાવેશિતા સક્ષમ કરે છે અને સમાજમાં બેંકની ઉપલબ્ધતા ના હોય તેવા ક્ષેત્રોમાં સેવા આપે છે
 • કાર્ડલેસ કેશ અને બેંક ટ્રાન્સફર સક્ષમ કરે છે
 • અન્ય યુટિલિટી પેમેન્ટ સર્વિના હોસ્ટને સક્ષમ કરે છે.
 • ગ્રામીણ વિસ્તારોમાં રહેલા ગ્રાહકો તેમના જન ધન એકાઉન્ટમાં આવતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં ઉપાડી શકે છે

આ સેવા કેવી રીતે કામ કરે છે?

જેમણે NPCI દ્વારા માન્યતા પ્રાપ્ત લાઇસન્સધારક AePS  સેવા પ્રદાતા પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા AePS એજન્ટ અથવા રિટેઇલર POS, વેબ અથવા મોબાઇલ એપ, IIN અથવા બેંક દ્વારા આપવામાં આવેલો ઇશ્યૂકર્તાનો ઓળખકર્તા નંબર, આધાર નંબર અને બાયોમેટ્રિક અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન્સ રૂટ કરી શકે છે.

 

 

રિટેઇલર્સ ઇકોની AePS સેવાઓ અંગે વિચાર કરી શકે તેના 8 કારણો

જ્યારે તમે ઇકોના AePS સેવા પ્રદાતા રિટેઇલર તરીકે રજિસ્ટ્રેશન કરાવો ત્યારે, તમને મળતા કેટલાક મુખ્ય લાભો અહીં દર્શાવ્યા છે:

 • AePS ટ્રાન્ઝેક્શન્સમાંથી આકર્ષક કમિશન કમાઓ
 • અદ્યતન ટેકનોલોજી અને સુરક્ષા સાથે શ્રેષ્ઠ ટ્રાન્ઝેક્શન સફળતા દર
 • તાત્કાલિક ફંડ સેટલમેન્ટ
 • મૂળ વ્યવસાય ઉપરાંત વેલ્યૂ-એડેડ સર્વિસથી થતા લાભોના કારણે વધુ લોકો તમારે ત્યાં આવે છે
 • અન્ય ડિજિટલ પેમેન્ટ સેવાઓ આપવા માટે ઇ-વૉલેટનો ઉપયોગ કરો
 • રિટેઇલર ઇકો દ્વારા આપવામાં આવતી ઇન્ડો-નેપાળ અને અન્ય ડિજિટલ સેવાઓમાં સરળતાથી અપગ્રેડ થઇ શકે છે
 • ઇકોની ઑનલાઇન શોપિંગ અને યુટિલિટી પેમેન્ટ સેવાઓની વ્યાપક રેન્જનો ઍક્સેસ
 • ઇકો ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી લોન અને અન્ય ફાઇનાન્સિઅલ સેવાઓનો સરળ ઍક્સેસ

ઇકો AePS માટે રજિસ્ટ્રેશન કરાવવા તમારે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?

ઇકોની આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સર્વિસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ સરળ છે. મોટાભાગની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અથવા બેંકો સાથે, જો રિટેઇલર AePS સેવાઓ પૂરી પાડવા માંગતા હોય તો, તેણે અથવા તેણીએ માત્ર નીચે દર્શાવેલી કેટલીક મૂળભૂત વિગતો આપવી પડે છે:

 • ઈમેલ આઇડી
 • મોબાઇલ નંબર
 • આધાર કાર્ડ
 • PAN કાર્ડ
 • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

રિટેઇલર આ વિગતોનો ઉપયોગ કરીને સરળતાથી ઇકો કનેક્ટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એકવાર આ વિગતો અપલોડ થઇને ચકાસણી થઇ જાય એટલે, રિટેઇલર ઇકો કનેક્ટ સાથે તેમના બાયોમેટ્રિક ડિવાઇસના આઇડીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને આ સાથે જ તેમના ગ્રાહકોને AePS સેવાઓ આપવાનું શરૂ કરી શકે છે.

તો તમે કોની રાહ જુઓ છો? ઇકોના AePSથી વધુ કમાણી કરવાના દ્વાર ખોલો. ઇકો કનેક્ટ ડાઉનલોડ કરો અને તમારા ગ્રાહકોને AePS સેવાઓ આપવાનું શરૂ કરવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવો. વધુ વિગતો માટે 8448444380 પર કૉલ કરો અથવા https://eko.in/products/aadhaar-bankingની મુલાકાત લો.